હળવદના દેવીપુર નજીક ટ્રેક્ટર ચાલકના મોત મામલે એસટી બસના ડ્રાઈવર વિરુદ્ધ ફરિયાદ

 

હળવદ તાલુકાના દેવીપુર ગામના પાટિયા પાસે અકસ્માત સર્જાયો હતો જેમાં એસટી બસની ઠોકરે ટ્રેક્ટર ચાલક આધેડનું મોત થયું હતું બનાવ મામલે મૃતકના પત્નીએ એસટી બસના ચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે

 

હળવદના ચરાડવા ગામે રહેતા સરસ્વતીબેન શૈલેષભાઈ સોનગ્રા (ઉ.વ.૪૫) વાળાએ એસટી બસ જીજે ૦૭ ટીયું  ૫૮૪૪ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૨૨ ના રોજ ફરિયાદીના પતિ શૈલેષભાઈ માવજીભાઈ સોનગ્રા દેવીપુર ગામના પાટિયાથી આગળ ટ્રેક્ટર જીજે ૩૬ એજે ૨૭૭૯ લઈને જતા હતા ત્યારે ટ્રેક્ટર પાછળ સાતીમાં બસ અથડાતા ટ્રેક્ટર પલટી મારી ગયું હતું જે અકસ્માતમાં ટ્રેક્ટર ચાલક શૈલેશભાઈને માથા અને શરીરે ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું હળવદ પોલીસે ફરિયાદ નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

 

 

Leave A Reply

Your email address will not be published.