

મોરબી શહેરમાં ચકચાર મચાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં શ્રમિક પરિવાર ભાડાના મકાનમાં રહેતો હોય અને મકાન ભાડું ચડી જતા પતિની સહમતીથી આરોપી મકાન માલિકે પત્ની અને સગીર વયની દીકરીને હવસનો શિકાર બનાવી અનેક વખત દુષ્કર્મ આચર્યું હતું પોલીસે આરોપી મકાન માલિક અને આરોપી પતિને ઝડપી લીધા છે તો એક ઇસમની શોધખોળ ચલાવી છે
મોરબીમાં છ માસ પૂર્વ શ્રમિક પરિવાર મજુરી અર્થે આવ્યો હતો અને પતિએ મકાન માસિક રૂ ૨૦૦૦ ના ભાડે રાખ્યું હતું પરંતું કામધંધો સરખો ચાલતો ના હતો અને ભાડું ચડી જતા પતિની સંમત્તિથી મકાન માલિકે પત્ની સાથે શરીર સંબંધ બાંધી તેમજ સગીર વયની દીકરી પર નજર બગાડી ચડત ભાડાને કારણે આરોપી પિતાની સંમત્તિથી દીકરીને મજબુર કરી મકાન માલિકે લલચાવી, ફોસલાવી અવારનવાર શરીર સંબંધ બાંધી ગુનો આચર્યો હતો મકાન માલિકે પોતાના મકાન તેમજ ટંકારા ખાતે મકાને લઇ જઈને સહ આરોપીએ અને મકાન માલિકે દુષ્કર્મ આચર્યું હતું
જે બનાવ મામલે મોરબી એ ડીવીઝન પોલીસે આરોપી મકાન માલિક અને ભોગ બનનારના પતિ અને અન્ય સહ આરોપી સહીત કુલ ત્રણ વિરુદ્ધ ગુનો નોંધી બે ઇસમોને ઝડપી લીધા છે જેમાં આરોપી પતિ હાલ જેલહવાલે છે અને મકાન માલિકના એક દિવસના રિમાન્ડ મેળવ્યા છે તેમજ ગુનામાં સહ આરોપી ભાગતો ફરતો હોય જેને ઝડપી લેવા પોલીસ ટીમ તપાસ ચલાવી રહી છે