રાજકોટ-સૌરાષ્ટ્રમાં BCA અને BBA Honours with Research કોર્સ તરફ વિદ્યાર્થીઓનો વધતો ઝુકાવ

 

આજના સ્પર્ધાત્મક યુગમાં વિદ્યાર્થીઓ માત્ર ડિગ્રી મેળવવા પૂરતા મર્યાદિત નથી રહ્યા, પરંતુ તેઓ ભવિષ્યમાં શ્રેષ્ઠ કરિયર તકો મેળવવા માટે યોગ્ય કોર્સની પસંદગીમાં વધુ જાગૃત બન્યા છે. ખાસ કરીને IT અને મેનેજમેન્ટ ક્ષેત્રમાં પ્રેક્ટિકલ જ્ઞાન તથા ઇન્ડસ્ટ્રી-ઓરિયન્ટેડ અભ્યાસક્રમ ધરાવતા કોર્સોની માંગ ઝડપથી વધી રહી છે.

છેલ્લા એક વર્ષ દરમિયાન રાજકોટ અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં BCA Honours with Research અને BBA Honours with Research જેવા કોર્સો માટે વિદ્યાર્થીઓમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.

રાજકોટના જાણીતા શિક્ષણવિદ્ ડૉ. હિરેન મહેતાના જણાવ્યા મુજબ, પરંપરાગત BCA અને BBA કોર્સ 3 વર્ષના હોય છે, જ્યારે Honours with Research કોર્સ 4 વર્ષનો હોય છે. આ વધારાના એક વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓને રિસર્ચ આધારિત અભ્યાસ, પ્રોજેક્ટ વર્ક અને ઇન્ટર્નશીપ દ્વારા પ્રેક્ટિકલ અનુભવ પ્રાપ્ત થાય છે, જે તેમને ભવિષ્ય માટે વધુ સક્ષમ બનાવે છે.

તેમણે વધુમાં જણાવ્યું કે National Education Policy 2020 અનુસાર ઇન્ટર્નશીપ અને રિસર્ચને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે, જેના કારણે આવા કોર્સોની પ્રાસંગિકતા સતત વધી રહી છે. University Grants Commission (UGC)ની માર્ગદર્શિકા મુજબ, સામાન્ય કોર્સમાં સેમેસ્ટર 6 દરમિયાન ઓછામાં ઓછા 120 કલાકની ઇન્ટર્નશીપ ફરજિયાત છે, જ્યારે Honours with Research કોર્સમાં લગભગ 6 મહિનાની રિસર્ચ ઇન્ટર્નશીપ કરાવવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન વિદ્યાર્થીઓને લાઇવ પ્રોજેક્ટ્સ પર કામ કરવાની તક મળે છે, જે તેમને ઇન્ડસ્ટ્રી માટે તૈયાર બનાવે છે.

આજના સમયમાં કંપનીઓ એવા ઉમેદવારોને પ્રાથમિકતા આપે છે, જેઓમાં રિસર્ચ, એનાલિસિસ અને ઇનોવેશન કરવાની ક્ષમતા હોય. તેથી Honours with Research ડિગ્રી ધરાવતા વિદ્યાર્થીઓને જોબ માર્કેટમાં વધુ સ્પર્ધાત્મક લાભ મળે છે. વિદેશમાં ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છુક વિદ્યાર્થીઓ માટે પણ આ કોર્સ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. વિશ્વભરની યુનિવર્સિટીઓ રિસર્ચ આધારિત અભ્યાસને વિશેષ મહત્વ આપે છે, જેના કારણે સ્કોલરશિપ મેળવવાની સંભાવનાઓ પણ વધે છે

Leave A Reply

Your email address will not be published.