

જુના બસ સ્ટેન્ડ પાસે જાહેરમાં નોટ નંબરી જુગાર રમતા ચાર જુગારીને ઝડપી લઈને પોલીસે રોકડ રકમ જપ્ત કરી છે
મોરબી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન જુના બસ સ્ટેન્ડ પાસે બાતમીને આધારે રેડ કરી હતી જાહેરમાં નોટ નંબરી જુગાર રમતા રીઝવાન ઓસમાણ લોલાડીયા, કબીરશા ઉર્ફે સુલતાનબાપુ અલીસા સૈયદ, ઇકબાલ અબ્દુલ સેવંગીયા અને એઝાઝ સીદીક કાસમાંણી એમ ચારને ઝડપી લઈને રોકડ રૂ ૯૨૪૦ જપ્ત કરી છે


