

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ દ્વારા પ્રોહિબિશનના ગુનાઓ ડામવા માટે હાથ ધરાયેલી તપાસમાં અવની રોડ પરથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે બાતમીના આધારે દરોડો પાડી કાર અને દારૂ સહિત કુલ રૂ. ૬૫,૭૫૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જ્યારે આરોપી નાસી છૂટવામાં સફળ રહ્યો હતો.
મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથકની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે અવની રોડ પર અવની પાર્ક સોસાયટીના ગેઈટ સામે વિદેશી દારૂની હેરાફેરી થઈ રહી છે. પોલીસે સ્થળ પર તપાસ કરતા સફેદ કલરની મારૂતી સુઝુકી એકસેસ કાર નં. GJ-27-FE-2124 મળી આવી હતી. કારની તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂના ‘એન્ટીક્વિટી બ્લુ અલ્ટ્રા પ્લેટિનમ વ્હિસ્કી’ના ૧૮૦ એમ.એલ.ના ૪૩ નંગ ચપલા મળી આવ્યા હતા. પોલીસે રૂ. ૧૦,૭૫૦ નો દારૂ, રૂ. ૫૦,૦૦૦ ની કાર અને રૂ. ૫,૦૦૦ નો મોબાઈલ ફોન મળી કુલ રૂ. ૬૫,૭૫૦ નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ કેસમાં સુરેન્દ્રનગરના રતનપરનો વતની અને હાલ અવની ચોકડી પાસે રહેતો આરોપી મનિષ ઉર્ફે પેંગો જયકિશનભાઇ અનાવડીયા નાસી ગયો હતો, જેને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.