વજેપરના ઝાપા પાસેથી વિદેશી દારૂ ભરેલી રીક્ષા ઝડપાઈ, ૧.૭૮ લાખનો મુદ્દામાલ જપ્ત

મોરબી સીટી એ ડીવીઝન પોલીસે બાતમીના આધારે વજેપરના ઝાપા પાસે દરોડો પાડી વિદેશી દારૂના મોટા જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે, જ્યારે અન્ય એક શખ્સની શોધખોળ શરૂ કરી છે.

મોરબી સીટી એ ડીવીઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે વજેપરના ઝાપા પાસે શંકાસ્પદ હાલતમાં એક સી.એન.જી રીક્ષા નંબર GJ-36-W-0687 મળી આવી હતી. પોલીસની તપાસ દરમિયાન રીક્ષામાંથી ભારતીય બનાવટના પરપ્રાંતીય વિદેશી દારૂની કુલ ૫૭૬ બોટલો મળી આવી હતી. જેમાં વ્હાઇટ લેસ વોડકાની ૨૮૮ બોટલ કિંમત રૂ. ૯૩,૬૦૦ અને ગ્રીન લેબલ બ્લેન્ડેડ વ્હીસ્કીની ૨૮૮ બોટલ કિંમત રૂ. ૩૪,૫૬૦ નો સમાવેશ થાય છે. પોલીસે રૂ. ૧,૨૮,૧૬૦ નો દારૂ અને રૂ. ૫૦,૦૦૦ ની રીક્ષા મળી કુલ રૂ. ૧,૭૮,૧૬૦ નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ મામલે પોલીસે સીપાઈવાસમાં રહેતા આરોપી મંજુરહુશેન ઇસ્માઇલભાઈ જીંદાણીની ધરપકડ કરી છે, જ્યારે અન્ય એક આરોપી રોહીત જીવણદાસ દુધરેજીયા (રહે. કાલીકાપ્લોટ) ને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

Leave A Reply

Your email address will not be published.