વાંકાનેરમાં છકડા ચાલકે પરિવારને અડફેટે લીધો: પતિ-પત્નીને ઈજા

 

વાંકાનેરના સ્ટેશન રોડ પર પૂરઝડપે આવતા એક છકડા રિક્ષાના ચાલકે બાઈક પર જઈ રહેલા દંપતીને જોરદાર ઠોકર મારી અકસ્માત સર્જ્યો હતો. આ અકસ્માતમાં યુવાનને પગમાં ફેક્ચર જેવી ગંભીર ઈજાઓ પહોંચી છે, જ્યારે તેની પત્નીને મોઢા અને કપાળના ભાગે ઈજાઓ થઈ છે. અકસ્માત સર્જ્યા બાદ રિક્ષા ચાલક વાહન લઈને નાસી છૂટતા વાંકાનેર સીટી પોલીસે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.

 

બનાવની વિગત મુજબ, શિવાજી પાર્કમાં રહેતા ફરિયાદી બ્રિશપકુમાર રામજીભાઈ સોલંકી પત્ની અને બાળક સાથે બાઈક પર અમરસિંહજી મિલ પાસેથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન સામેથી આવતા એક અજાણ્યા છકડા રિક્ષાના ચાલકે પોતાનું વાહન બેફીકરાઈથી ચલાવી બાઈક સાથે અકસ્માત સર્જ્યો હતો. આ ટક્કરમાં ફરિયાદીને જમણા પગે ફેક્ચર થયું હતું અને તેમની પત્નીને નાક તથા કપાળના ભાગે ઈજાઓ પહોંચી હતી. સદનસીબે બાળકનો બચાવ થયો હતો. ઈજાગ્રસ્ત ફરિયાદીએ અજાણ્યા રિક્ષા ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની તપાસ શરૂ કરી છે.

Leave A Reply

Your email address will not be published.