

શ્રી હનુમાન ચાલીસા કથા સમિતિ મોરબી દ્વારા તા. ૧૮ થી ૨૪ સુધી દરરોજ રાત્રે ૮ : ૩૦ થી ૧૧ : ૩૦ સુધી સનસીટી ગ્રાઉન્ડ, ક્રિષ્ના સ્કૂલ પાછળ, રવાપર ઘુનડા રોડ મોરબી ખાતે શ્રી હનુમાન ચાલીસા યુવક કથાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વક્તા શ્રી હરિપ્રસાદદાસજી સ્વામી (અથાણાવાળા, સાળંગપુરધામ) કથાનું રસપાન કરશે
જેમાં તા. ૧૮ ને શનિવારે બપોરે ૪ : ૩૦ કલાકે પોથીયાત્રા યોજાશે જેમાં નાસિક ઢોલ-નગારા, હાથી અંબાડી, ઘોડા બગીઓ, ઊંટગાડી, બળદગાડા સાથે પોથીયાત્રા યોજાશે તા. ૨૧ ને મંગળવારે દાદાનો ભવ્ય ફળફૂલ ઉત્સવ ઉજવાશે જેમાં વિવિધ પ્રકારના ૧૧,૦૦૦ કિલોથી વધુ દેશી અને વિદેશી ફળો ભવ્ય ફળફ્રુટ દાદાને ધરાવવામાં આવશે તેમજ તા. ૨૧ ને મંગળવારે રાત્રે ૯ કલાકે ૧૫૧ કિલોની કેક દાદાને ધરાવવામાં આવશે ૨૦૦૦ કિલોથી વધુ ચોકલેટ ધરાવવામાં આવશે, ૧૦૮ કિલો પુષ્પવર્ષાથી દાદાના વધામણા થશે અને તા. ૨૨ ને બુધવારે રાત્રે ૮ : ૩૦ કલાકે બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે