રાજકોટ આજીડેમ પોલીસે ચુંટણી અનુસંધાને ફૂટ પેટ્રોલિંગ અને વાહન ચેકિંગ કામગીરી કરી


આગામી ચુંટણી અનુસંધાને આજીડેમ પોલીસ સ્ટેશન રાજકોટ શહેર ટીમ દ્વારા ફૂટ પેટ્રોલિંગ અને વાહન ચેકિંગ સહિતની કામગીરી કરી હતી જેમાં પ્રોહીબીશન કેસો અને વાહન ચેકિંગ કામગીરી કરવામાં આવી હતી
પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, સંયુક્ત પોલીસ કમિશ્નર ચૈતન્ય મંડલીક, નાયબ પોલીસ કમિશ્નર હેતલ પટેલ (ઝોન ૧) અને મદદનીશ પોલીસ કમિશ્નર બી વી જાધવ (પૂર્વ વિભાગ) ની સુચના અને માર્ગદર્શન હેઠળ આગામી ચુંટણી અનુસંધાને રાજકોટ શહેર આજી ડેમ પોલીસ પીઆઈ એચ એન પટેલની ટીમના પીએસઆઈ એસ વી ગોહિલ, એ આર રાઠોડ, પી કે ગામેતી, પી એચ પઢેરીયા, એસ એલ ગોહિલને એમ જે વરૂ તેમજ એલસીબી ઝોન ૧ પીએસઆઈ મેં કે મોવલીયા સહિતની અલગ અલગ ટીમો બનાવી ફૂટ પેટ્રોલિંગ અને વાહન ચેકિંગ કામગીરી કરવામાં આવી હતી
જેમાં ૧૨ પ્રોહીબીશન કલમ ૬૫ (એ) (એ) મુજબ, ૦૧ પ્રોહી કલમ ૬૬ (૧) (બી) તથા એમ વી એક્ટ કલમ ૧૮૫ મુજબ, ૦૨ કેસો જી પી એક્ટ ૧૩૫ મુજબ, ૦૪ વાહન ડીટેઈન અને પ્રોહીબીશન કલમ ૯૩ મુજબ ૦૩ કેસો કરવામાં આવ્યા હતા અને રૂ ૭૮૦૦ હાજર દંડ વસુલવામાં આવ્યો હતો