વાંકાનેરના પાંચદ્વારકા ગામે પતિ, સાસુ-સસરા સહિતના સાસરિયાઓના ત્રાસની ફરિયાદ

 

વાંકાનેર તાલુકાના પાંચદ્વારકા ગામે પરિણીતાને પતિ, સાસુ, સસરા તેમજ કાકાજી સસરા અને કાકીજી સાસુ સહિતનાઓએ શારીરિક અને માનસિક દુખ ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાવી છે

 

વાંકાનેર તાલુકાના તીથવા ગામે પિયરમાં રહેતી નુસરતબેન જીયાઉદિન બાદીએ આરોપી પતિ જીયાઉદિન અબ્દુલ બાદી, સસરા અબ્દુલ મામદભાઈ બાદી, સાસુ રોશનબેન અબ્દુલ બાદી, કાકાજી સસરા અલીભાઈ મામદભાઈ બાદી અને કાકીજી સાસુ જેન્મબેન મામદભાઈ બાદી રહે બધા પાંચદ્વારકા તા. વાંકાનેર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે

 

જેમાં જણાવ્યું છે કે તા. ૦૧-૦૬-૨૦૧૯ થી તા. ૦૧-૦૧-૨૬ સુધીના સમય દરમિયાન પતિ, સાસુ-સસરા તેમજ કાકાજી અને કાકીજી સહિતનાઓ અવારનવાર નાની નાની બાબતમાં અને ઘરકામ બાબતે હેરાન પરેશાન કરી દુખ ત્રાસ આપી મેણા ટોણા ,મારી એકબીજાને ખોટી ચડામણી કરી શારીરિક અને માનસિક દુખ ત્રાસ આપતા હતા સમાજ રાહે સમાધાન પ્રક્રિયા ચાલુ હતી અને અંતે પરિણીતાએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે મોરબી મહિલા પોલીસ સ્ટેશને ફરિયાદ નોધી વધુ તપાસ ચલાવી છે

Leave A Reply

Your email address will not be published.