વાંકાનેરના તરકીયા ગામે ખરાબામાંથી ૧૬૦૦ લીટર ઠંડો આથો ઝડપાયો

 

વાંકાનેર તાલુકાના તરકીયા ગામની સીમમાં ખરાબાની જગ્યામાંથી દેશી દારૂ બનાવવાના ૧૬૦૦ લીટર ઠંડા આથાનો જથ્થો પોલીસે જપ્ત કરી એક આરોપીને ઝડપી લીધો છે

 

વાંકાનેર તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન તરકીયા ગામની સીમમાં બાતમીને આધારે રેડ કરી હતી ગામની સીમમાં ખરાબાની જગ્યામાંથી દેશી દારૂ બનાવવાનો ઠંડો આથો ૧૬૦૦ લીટર કીમત રૂ ૪૦,૦૦૦ નો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે આરોપી વિજય ભૂપત મકવાણા રહે તરકીયા વાળાને ઝડપી લઈને પોલીસે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

 

Leave A Reply

Your email address will not be published.