જોડિયા પોલીસ મથકમાં પ્રોહીબીશન ગુનામાં નાસતો ફરતો આરોપી મોરબીથી ઝડપાયો


જોડિયા પોલીસ મથકમાં પ્રોહીબીશન ગુનામાં નાસતા ફરતા આરોપીને મોરબી એ ડીવીઝન પોલીસે ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
મોરબી સીટી એ ડીવીઝન પોલીસ ટીમ નાસતા ફરતા આરોપીને ઝડપી લેવા પેટ્રોલિંગમાં હોય દરમિયાન જોડિયા પોલીસ મથકમાં પ્રોહીબીશનના ગુનામાં આરોપી સલમાન ઉર્ફે ઢીમસી ઉમેદઅલી ધારાણી (ઉ.વ.૨૨) રહે શકત શનાળા મોરબી વાળાને ભક્તિનગર સર્કલ પાસેથી ઝડપી લેવામાં સફળતા મળી હતી આરોપીને આગળની કાર્યવાહી અર્થે જોડિયા પોલીસને સોપવા તજવીજ હાથ ધરી છે