મોરબીમાં ૨૫૮૨ મો જૈન શાસન સ્થાપના દિવસની રવિવારે ઉજવણી

 

પુ. આચાર્યશ્રી ભાવચંદ્રજી સ્વામીની નિશ્રામાં જૈન શાસન સ્થાપનાપર્વ નિમિતે મોરબીમાં શાસન સ્પર્શનો ભક્તિમય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે નાવમાં જે સ્થાન નાવીકનું છે કારમાં જે સ્થાન ડ્રાઈવરનું છે પ્લેનમાં જે સ્થાન પાયલોટનું છે તેના કરતા પણ અધિક મહત્વનું આપણા જીવનમાં જૈન શાસનનું છે આ શબ્દ ભાવ છે ડો. પુ. શ્રી ચિંતન ચંદ્રજી સ્વામીના.

શ્રી સ્થાનકવાસી જૈન સંઘ સોની બજારમાં બિરાજિત પુ. ગચ્છાધીપતી આચાર્ય શ્રી ભાવચંદ્રજી સ્વામીની નીશ્રામાં શાસન સ્થાપના દિન નિમિતે આગામી તા. ૨૬ એપ્રિલના શાસન સ્પર્શનો હૃદયસ્પર્શી સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે લગભગ ૨૫૮૧ વર્ષ પહેલા ચૌવીસમાં તીર્થકર પ્રભુ મહાવીર સ્વામીએ આ જગતને શાંતિ-સમાધિનો રાજમાર્ગ બતાવતા અહિંસા, સંયમ, અપરિગ્રહન, સિદ્ધાંતો આપીને જૈન ધર્મ તીર્થની પ્રવર્તના કરવા શાસન સ્થાપના કરી હતી આજે ૨૧ મી સદીની વિકરાળ સમસ્યાનું સમાધાન આપી સકે એવું એક સત્ય સંવિધાન એટલે જૈન શાસન.

કરુણા, અનુકંપા, જીવદયા, તપ, ત્યાગ જેવા અદ્ભુત મુલ્યો ધરાવતા સાધુ-સાધ્વી, શ્રાવક, શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘનું અનુશાસન, અનુપાલન, અદ્ભુત અને સર્વધર્મનું સન્માનીય છે આ અહિંસા પરમો ધર્મ અને પાપ નિવૃત્તિ, આત્મભાવ સંસ્મૃતિ રૂપ તા. ૨૭ ને વૈશાખ સુદ ૧૧ ના એક જ દિવસે એક સાથે અઢીસોથી વધુ આરાધકો અઢીસો પચ્ચખાણ કરીને ઉપવાસ, આયંબિલ, એકાસણા આદિની આરાધના કરશે આ અભિયાનમાં મોરબીના સમસ્ત જૈન ભાવિકો જોડાશે

શ્રી સોની બજાર સંઘ, મોરબીના પ્રમુખ નવીનભાઈ દોશી, ઉપપ્રમુખ ઉર્મિલાબેન મહેતા, મંત્રી કેતન મહેતા, અશોક મહેતા, યોગેશ મહેતા, આદિ જૈન ધર્મ ધ્વજનું વંદન કરી શાસન સ્પર્શ કાર્યક્રમની શરૂઆત કરશે લગભગ ૩૦ જેટલા નાના મોટા યુવાન-યુવતીઓના સંવાદ-ભક્તિ થકી જૈન શાસનના એતિહાસિક પાત્રોનો અભિનય કરશે આ પ્રસંગે માતૃશ્રી પ્રફુલાબેન રમેશચંદ્ર દફતરી તથા માતૃશ્રી ગીતાબેન ગુણવંતરાય સંઘવી તરફથી ગૌતમ પ્રસાદ રાખેલ છે સમૂહ સામાયિક સાથે લક્કી ડ્રો પણ રાખેલ છે

Leave A Reply

Your email address will not be published.