માળિયાના વવાણીયા ગામે પ્રેમસંબંધનો ખાર રાખી છરી વડે યુવાન પર હુમલો, ત્રણ વિરુદ્ધ ફરિયાદ

 

મૂળ વવાણીયા ગામમાં રહેતા યુવાનને બે વર્ષ પૂર્વે પ્રેમસંબંધ હોવાના મનદુઃખનો ખાર રાખી ત્રણ ઇસમોએ મારામારી કરી છરી વડે જમણા પગે સાથળના ભાગે ઈજા કરી હતી માળિયા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

 

મૂળ માળિયા તાલુકાના વવાણીયા ગામ હાલ આદિપુર ગાંધીધામ કચ્છ રહેતા યાસીન સલીમ સાઈચા (ઉ.વ.૧૮) નામના યુવાને આરોપીઓ નાસીર હાજી સાઈચા, ખાલીદ હાજી સાઈચા રહે બંને ન્યુ નવલખી અને જમીલ વાઢેર રહે મુન્દ્રા કચ્છ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીને આરોપી નાસીરની મોટા બાપુની દીકરી સાથે બે વર્ષ પૂર્વે પ્રેમસંબંધ હતો જેનું મનદુઃખ ચાલતું હતું જેનો ખાર રાખી ત્રણેય ઇસમોએ ફરિયાદી યાસીન વવાણીયા ગામના હુસેની ચોક પંચરની દુકાન પાસે હોય ત્યારે ઢીકા પાટું માર મારી ઈજા કરી ગાળો આપી હતી અને આરોપી નાસીરે છરી વડે પગમાં સાથળના ભાગે ઈજા કરી હતી માળિયા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

Leave A Reply

Your email address will not be published.