

GCAS પોર્ટલમાં વ્યાપ્ત વિસંગતતાઓ દૂર કરી પ્રાઇવેટ યુનિવર્સિટીઓને GCAS પોર્ટલ અંતર્ગત લાવવા બાબતે ABVP મોરબી દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
ગુજરાત કોમન એડમિશન સર્વિસ (GCAS) પોર્ટલ દ્વારા ચલાવવામાં આવતી પ્રવેશ પ્રક્રિયામાં અનેક પ્રકારની ખામીઓ જોવા મળી રહી છે, જેમાં વારંવાર પોર્ટલમાં ખામીઓને લીધે સર્વર ડાઉન થઈ જવાની સમસ્યા, રજીસ્ટ્રેશન માટેનાં 300 રૂપિયા , 33 જેટલા રાઉન્ડ સુધી ચાલેલી પ્રવેશ પ્રક્રિયા અને પ્રાઈવેટ યુનિવર્સિટીની પોર્ટલમાંથી બાદબાકી વગેરે મુખ્ય કારણો છે. આ બધાં જ કારણાસર વિદ્યાર્થીઓ સમયસર અને યોગ્ય પ્રવેશ મેળવી શકતા નથી
વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે જેથી પ્રાઈવેટ યુનીવર્સીટીઓની ખુબ મોટી ફી ચૂકવી તેમાં પ્રવેશ મેળવવો પડે છે જેથી ગુજરાતની સરકારી વિશ્વવિદ્યાલયની સીટો ખાલીખમ રહે છે. આ સંદભે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ગુજરાત પ્રદેશ દ્વારા નીચે મુજબની માંગણીઓ રજૂ કરવામાં આવે છે.
- તાત્કાલિક ધોરણે GCAS પોર્ટલમાં પ્રાઈવેટ યુનિવર્સિટીએાનો સમાવેશ કરવામાં આવે .
- જો ખાનગી યુનિવર્સિટીએાનો સમાવેશ ન કરવામાં આવે તો GCAS પોર્ટલ માત્ર ડેટા એેકત્રીકરણ માટેનું પોર્ટલ બની રહે અને પ્રવેશ પ્રક્રિયા ડીસેન્ટ્રલાઈઝ કરી વિશ્વવિદ્યાલય દ્વારા હાથ ધરવામાં આવે.
- રજીસ્ટ્રેશન ફી ના નામે ઉઘરાવવામાં આવેલ રૂ. 300/- માં ઘટાડો કરવામાં આવે અથવા સંપૂણપણે બંધ કરી વિદ્યાર્થીઓ માટે પ્રક્રિયા નિ:શુલ્ક બનાવવામાં આવે .
આ ઉપરોકત માંગોને લઈને abvp_morbi દ્વારા સરદાર બાગ નજીક omvvim કેમ્પસ પાસે GCAS નો વિરોધ નોંધાવી લાંબા સમય સુધી રસ્તા પર ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું . જો આ માંગ સ્વીકારવામાં નહીં આવે તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી દ્વારા આગામી સમયમાં ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે





