



મોરબીના રાજપર ગામમાં કોઈ બાબતે ઝઘડો થયાનો ખાર રાખી મોટા બાપુના દીકરા વિષે પૂછપરછ કરીને ફરિયાદી યુવાનને છરી વડે ઈજા પહોંચાડી મારામારી કરી ધમકી આપી પોતાના વાહનમાં નાસી ગયા હતા મોરબી તાલુકા પોલીસે આરોપી મનોજ પનારા સહિતનાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે
મોરબી તાલુકાના રાજપર ગામના રહેવાસી કરણભાઈ ઉર્ફે જતીન દિનેશભાઈ ડાંગર (ઉ.વ.૨૧) નામના યુવાને આરોપીઓ મનોજ પનારા, યોગેશભાઈ અને અજાણ્યા ચાર પાંચ ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ગત તા. ૨૬-૦૭ ના રોજ રાત્રીના નવેક વાગ્યે ફરિયાદી તેના મોટા બાપુ બચુભાઈ પુનાભાઈ ડાંગર જે બાજુમાં રહે છે તેના ઘરે ગયો હતો ફરિયાદી કરણ અને મોટા બાપુ તેના ઘરમાં બેઠા હતા ત્યારે શેરીમાં કોઈ માણસોએ મુકેશના નામની બૂમ પાડી હતી મુકેશભાઈ ફરિયાદીના મોટા બાપુના દીકરા થતા હોય જે ઘરે હાજર ના હતા જેથી કોઈએ જવાબ ના આપતા બહાર આવેલ માણસોએ ઘરની ડેલીમાંથી અંદર આવી હોલમાં બેઠા હતા ત્યાં આવી હોલનો દરવાજો ખખડાવ્યો હતો અને મુકેશભાઈ ક્યાં છે તેને બહાર કાઢો તેમ બોલી ગાળો બોલતા હતા અમે દરવાજો ખોલ્યો નહિ જેથી બહાર આવેલ ઇસમોએ ધક્કો મારતા દરવાજાની સ્ટોપર તૂટી જતા દરવાજો ખુલી ગયો હતો
હોલમાં બે ઈસમો અંદર આવી મુકેશભાઈ અંગે પૂછી ગાળો આપવા લાગ્યા હતા જેથી ગાળો બોલવાની ના પાડી મુકેશભાઈ ઘરે હાજર નથી હું તેનો ભાઈ છું કહેતા ઉશ્કેરાઈ જઈને બંનેમાંથી એક ઇસમ મનોજ પનારા હતો જે કાઠલો પકડી યુવાનને બહાર લઇ ગયો તેની સાથે આવેલ યોગેશે આને પકડી રાખ કહીને બંને ઇસમોએ આડેધડ ઢીકા પાટું માર મારવા લાગ્યા હતા અને ઝપાઝપી કરી હતી અને શેરીમાં બહાર લઇ ગયા હતા જ્યાં બીજા અજાણ્યા માણસો હાજર હતા મનોજ પનારાએ તેની પાસે રહેલ છરીથી મારવા જતા જમણો હાથ આડો રાખી દીધો હતો જેથી હથેળીમાં સામાન્ય છરકો થયો હતો અને જપાજપીમાં ટીશર્ટ ફાટી ગયું હતું
મનોજ પનારાએ ડાબા કાન પાસે મુક્કો માર્યો અને તેની સાથે આવેલા ચાર પાંચ અજાણ્યા ઇસમો ઢીકા પાટું મારવા લાગ્યા હતા ત્યારે શેરીમાં મોટા બાપુ અને બાજુમાં રહેતા અન્ય લોકો ભેગા થઇ જતા મનોજ પનારા છેલ્લે તારા લબાચા ભરી લેજે અને મુકેશ ડાંગરને પણ કહી દેજે કે અહીંથી જતો રહે નહીતર જાનથી મારી નાખશું કહીને રોડ પર ગાડીઓ પડી હતી તે તરફ ભાગી ગયા હતા આમ ફરિયાદી અને મોટા બાપુ ઘરે હતા ત્યારે મનોજ પનારા, યોગેશભાઈ અને અજાણ્યા ઇસમોએ ઘરે આવી મોટા બાપુના દીકરા મુકેશ ડાંગર સાથે કોઈ મેટર બાબતે ઝઘડો થયેલો હોય જેની પૂછપરછ કરી ગાળો આપી શેરીમાં લઇ જઈને છરી વડે ઈજા કરી ઢીકા પાટું માર મારી ઈજા કરી હતી મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે