મોરબીના વીસીપરામાં જુગાર પરના બે દરોડામાં ૧૨ જુગારીઓ ઝડપાયા

મોરબીના વીસીપરા વિસ્તારમાં જાહેરમાં ગંજીપત્તા વડે તીનપત્તીનો જુગાર રમી રહેલા શખ્સો પર બે અલગ-અલગ સ્થળે દરોડા પાડવામાં આવ્યા હતા. લાયન્સનગરના ખૂણા પાસે અને જલજલા પાન નજીકથી કુલ ૧૨ જુગારીઓને રોકડ રકમ અને ગંજીપત્તાના પાના સાથે ઝડપી પાડી મોરબી સીટી બી ડીવીઝન પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પ્રથમ બનાવમાં, વીસીપરા રોહીદાસપરા મેઇન રોડ પર લાયન્સનગરના ખૂણા પાસે દરોડો પાડવામાં આવ્યો હતો. જ્યાં જાહેરમાં પૈસાની હારજીતનો તીનપત્તીનો જુગાર રમી રહેલા બેચરભાઈ અમરાભાઈ ચાવડા, તુલશીભાઈ ધનજીભાઈ સોલંકી, ભરતભાઈ ગીરીશભાઈ ચૌહાણ અને દિલીપભાઈ રવજીભાઈ સોલંકી નામના ચાર શખ્સોને રૂ. ૪,૨૫૦ ની રોકડ રકમ તથા ગંજીપત્તા સાથે ઝડપી લેવાયા હતા.

બીજા બનાવમાં, વીસીપરા મેઇન રોડ પર જલજલા પાન પાસે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો. જ્યાં જુગાર રમતા કપિલ રમેશભાઈ નિશાદ, લખન સેવારામ નિશાદ, નરેન્દ્ર છોટેલાલ નિશાદ, શાનમહમદ જૈનુદીન મલીક, પંકજ ગોરેલાલ કેવટ, દિપ માતાપ્રસાદ પાલ, શની પવનકુમાર ચક્રવર્તી અને મૈયનુદિન મોહમદઉમર મલીક નામના કુલ ૮ શખ્સોને રંગેહાથ પકડી પાડવામાં આવ્યા હતા. તેમની પાસેથી રૂ. ૧૧,૩૫૦ ની રોકડ રકમ અને ગંજીપત્તાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

Leave A Reply

Your email address will not be published.