માળીયા (મીં ) પંથક, મોરબી અને મકનસર અતિવૃસ્ટીના અસરગ્રસ્તોની વ્હારે જયદીપ એન્ડ કંપની, અધિકારી દ્વારા જાણ થતાજ દિલુભા જાડેજાએ જરૂરી સામગ્રી મોકલી આપી.

પછાત ગણાતા માળીયા (મીં ) પંથકમાં ભારે વરસાદને પગલે અનેક જગ્યાએ, અનેક વિસ્તારોમાં અને ઘરોમાં પાણી ભરાઈ જવાના કારણે સ્થાનિકો અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હતા. લોકોને ભોજન તો ઠીક પીવાના પાણી માટે પણ ફાંફા મારવા પડી રહ્યા હતા.

આવા કઠીન સમયે વહીવટી તંત્ર સહીત લોકોને મુશ્કેલીઓમાં મદદરૂપ થવાના પ્રયત્નો હાથ ધર્યા હતા. અને પ્રાંત અધિકારી દ્વારા મોરબી – માળીયા (મીં )- વવાણીયા સ્થિત જાણીતી કંપની જયદીપ એન્ડ કંપનીના સંચાલક અને સેવાભાવી દિલુભા જાડેજાને જાણ થતાજ તાબળતોબ તેમણ માળીયા, મોરબી, મકનસારના અસરગ્રસ્તો  માટે પૂરતા ફૂડ પેકેટ્સ તૈયાર કરાવી સાથે પાણીની બોટલોના કેરેટ્સ અસર ગ્રસ્ત વિસ્તાર માટે પોતાના વાહનમાં રવાના કરી આપી માનવતા ધર્મ નિભાવ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, રામ તારી માયા થી ઓળખાતા ઉદયસિંહભાઇ મનુભાભાઈ જાડેજા પરિવાર, જયદીપ એન્ડ કંપની દ્વારા 1998 ના વાવાઝોડાએ સેંકડો પરિવારોને બેઘર, નિ: સહાય કરી નાખ્યા હતા ત્યારે હજારો લોકો માટે મહિનાઓ સુધી વવાણીયા ગામે નિઃશુલ્ક ભોજનાલય ચલાવનાર સાથે સાથે અનેક પ્રકારના સેવા કાર્યો કરનાર , ભુંકપ ના સમય એ માળીયા તાલુકા ગામો માં પણ અનેક સેવા ના કામો કાર્ય તદુપરાંત વવાણીયા , બગસરા અને ન્યૂ નવલખી માં ટાટારિલીફ ને જાણ કરીને 750 મકાનો . સ્કૂલો , phc વગેરે બનાવવા વિનંતી કરતા ટાટા રિલીફ દ્વારા બનાવી આપવામાં આવ્યા હતા.

2017 માં વાકાનેર ચોટીલા વિગેરે વિસ્તાર માં વરસાદને પગલે મચ્છુ 2 ડેમના દરવાજા ખોલેલ તેને લીધે મોરબી છેવાડાના અને માળીયા (મી ) તાલુકા અનેક ગામો પાણી માં ગરકાર થયેલ અને હેલીકૉપટર મંગાવા પડેલ. અને તે સમયે દિલુભા જાડેજાએ  ફિશરમેન ની હોળીઓ નવલખીથી ટ્રક ટેઈલર માં ક્રેન થી હોળીઓ મંગાવી માણસો ને બચાવનુ કામ કરેલ અને ફૂડ પેકેટ વિગેરે ની વ્યવસ્થા આ પરિવાર ના દિલુભા જાડેજાએ કરેલ.

                જયદીપ કંપનીના સ્થાપક ઉદયસિંહજીભાઈ જાડેજાના પુત્રો દિલુભા જાડેજા, જયુભા જાડેજા અનિરુદ્ધ ભાઈ તેમજ સરળ અને શાંત સ્વભાવના અશ્વિનભાઇ સહીત ઉદયસિંહભાઈનો આખો પરિવાર પિતા દ્વારા ગળથુથીમાં મળેલ સેવાભાવનાના સંસ્કાર ના પગલે અનેક સેવા કાર્યો કરી રહ્યા છે

Leave A Reply

Your email address will not be published.