

કંસારા શેરીમાં રહેતા ૬૦ વર્ષના વૃદ્ધ ઘરે પડી જતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં સારવારમાં મોત થયું છે પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે
મોરબીની કંસારા શેરી સાંઈ વાળો ખાંચો પાસે રહેતા અભેસિંહ કાનજીભાઈ સોઢા (ઉ.વ.૬૦) નામના વૃદ્ધ ગત તા. ૨૭-૦૪ ના રોજ પોતાના ઘરે પડી જતા શરીરે ઈજા પહોંચતા મોરબી સરકારી હોસ્પીટલમાં સારવાર બાદ વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાયા હતા જ્યાં સારવાર દરમીયાન વૃદ્ધનું મોત થયું છે મોરબી એ ડીવીઝન પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે




