


જેતપર ગામે ચાલી રહેલા ખેડૂત આંદોલનમાં ઉપવાસીઓની અવારનવાર તબિયત લથડી હતી નેહુલ અમૃતિયા અગાઉ પણ બીમાર પડતા હોસ્પિટલ ખસેડ્યા હતા તો ગત રાત્રીના નેહુલ અમૃતિયા બેભાન થઇ જતા જેતપર બાદ મોરબી સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જેને પગલે ઊપવાસ આંદોલન પૂર્ણ કરી પારણાની જાહેરાત કરવામાં આવી હતી તેમજ પાર્ટ ૩ ની જાહેરાત કરવાનું એલાન કરાયું છે
જેતપર ઉપવાસ આંદોલનમાં ઉપવાસી છાવણીમાં બેસેલ નેહુલ અમૃતિયાની ગત મોડી રાત્રીના તબિયત બગડી હતી તેઓ બેભાન થઇ જતા જેતપર હોસ્પિટલ સારવાર આપી મોરબી ખસેડ્યા હતા અને વધુ સારવારની જરૂરત હોવાથી ૧૦૮ મારફત મોરબી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં શહેરની ક્રિષ્ના હોસ્પીટલમાં સારવાર આપવામાં આવી હતી આંદોલનકારીને કીડની અને લીવરમાં સોજો હોવાથી ડોકટરે પારણા કરવાની સલાહ આપી હતી જેથી ડોક્ટરની સલાહ મુજબ રાત્રે ૨ : ૪૫ કલાકે નેહુલ અમૃતિયાએ પારણા કર્યા હતા
આંદોલન પાર્ટ ૨ પૂર્ણ અને પાર્ટ ૩ ની કરાશે જાહેરાત
ઉપવાસીઓની સતત લથડતી તબિયત અને આરોગ્યને ધ્યાને લઈને ઉપવાસ આંદોલનનો અંત કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું તેમજ પાર્ટ ૩ ની જાહેરાત કરવામાં આવશે આજે તા. ૦૬ ના રાત્રીના ૯ : ૩૦ કલાકે ગુજરાત ઉપવાસ છાવણી જેતપર ખાતે પારણા કાર્યક્રમ યોજાશે સાથે જ પાર્ટ ૩ ની રજૂઆત બધા સમક્ષ જલ્દી કરવામાં આવશે તેમ આંદોલન સમિતિએ જણાવ્યું હતું