લાલપર ગામ નજીક કેનાલના પાણીમાં ડૂબી જતા યુવાનનું મોત

 

લાલપર ગામ નજીક આવેલ કેનાલના પાણીમાં ડૂબી જતા ૩૪ વર્ષીય યુવાનનું મોત  થયું હતું મોરબી તાલુકા પોલીસે બનાવ મામલે વધુ તપાસ ચલાવી છે

 

મોરબી ૨ ઉમિયાનગરના રહેવાસી દિલીપભાઈ છગનભાઈ સોલંકી (ઉ.વ.૩૪) નામના યુવાને ગત તા. ૨૦ ના રોજ મોરબી તાલુકાના લાલપર ગામ પાછળ આવેલ પાણીની કેનાલમાં જંપ લગાવી હતી અને કેનાલના પાણીમાં ડૂબી જતા યુવાનનું મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી યુવાને આપઘાત કર્યો હતો કે અકસ્માતે ડૂબી ગયો તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે

Leave A Reply

Your email address will not be published.