


વાંકાનેરમાં આવેલ સમાજના સ્મશાનમાં દારૂ પીવા તેમજ ગેરપ્રવૃતિઓ નહિ કરવા કહેતા બે અજાણ્યા સહિતના પાંચ ઇસમોએ યુવાનને માનસિક ત્રાસ આપી તેમજ મારઝૂડ કરતા કંટાળી ગયેલા યુવાને એસીડ પી લેતા મોત થયું હતું એસીડ પિતા પહેલા મોબાઈલમાં વિડીયો બનાવ્યો હતો જેમાં બે અજાણ્યા સહીત પાંચ ઇસમોએ માનસિક ત્રાસ આપતા હોય તેવું પણ ફરિયાદમાં જણાવ્યું છે
મોરબીના લાયન્સનગરમાં રહેતા મહેશભાઈ અનિલભાઈ રાઠોડ (ઉ.વ.૨૬) નામના યુવાને આરોપીઓ પ્રકાશ ઉર્ફે પકા દલા, અજીત મકવાણા અને મનોજ મહાલીયા રહે ત્રણેય વાંકાનેર તેમજ બે અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૧૬-૦૯ ના રોજ ફરિયાદીના મામા દેવજીભાઈ હરિભાઈ ચાવડા રહે આંબેડકરનગર વાંકાનેર વાળાએ ફોન કર્યો હતો અને મામાએ પોતાના મકાનના દસ્તાવેજનું કામ કેટલું પહોંચ્યું પૂછતાં સરકારી કામમાં વાર લાગશે તેવો જવાબ આપ્યો થો જેથી મામા દેવજીભાઈ કહેવા લાગ્યા કે તેઓ કંટાળી ગયા છે અને પકા દલા, સુમેસરા મારકૂટ કરશે અહીંથી મકાન વેચી નીકળી જવું છે તું તપાસ કર કે મકાન દસ્તાવેજ કામકાજ કેટલે પહોંચ્યું છે તેવી વાત કરી હતી જેથી ફરિયાદીએ વકીલને ફોન કરી વાત કરી કે મામાના દસ્તાવેજનું કામકાજ કરવામાં કેટલો સમય લાગશે
દરમિયાન તા. ૧૭-૦૯ ના રોજ સવારના પ્રવીણભાઈ ભરતભાઈ પરમારનો ફોન આવ્યો અને વાત કરી કે તારા મામા દેવજીભાઈ હરિભાઈ ચાવડા એસીડ પી ગયા છે અને વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખસેડ્યા છે અને ફરીથી ફોન આવ્યો જેમાં મામાને વધુ સારવાર માટે રાજકોટ લઇ જતા હોવાનું જણાવ્યું હતું જેથી રાજકોટ સિવિલ હોસ્પિટલ પહોંચી જોયું તો મામાની સારવાર ચાલુ હતી અને એસીડ કેમ પીધું પૂછતાં તેઓએ કંટાળી ગયાનું જણાવ્યું હતું બધાથી ત્રાસી ગયા છે તેને પહોંચી સકતા નથી જેથી એસીડ પી લીધાનું કહ્યું હતું મામા કઈ બોલતા ના હતા અને રાત્રીના મામા દેવજીભાઈને ફરજ પરના ડોકટરે જોઈ તપાસીને મરણ ગયેલ જાહેર કર્યા હતા
મામાના મોબાઈલ ફોનમાં પોતે જાતે એક વિડીયો બનાવ્યો હતો જેમાં તે સમાજના પકા દલા, અજીત મકવાણા અને મનોજ માહાલીયા અને બીજા બે ત્રણ અજાણ્યા ઈસમો જેના નામ આવડતા નથી મામાએ આ લોકોને સમાજના સ્મશાનમાં ગેરપ્રવૃત્તિ અને દારૂ પિતા હોય જેથી મામાએ ના પાડી હતી જેથી ત્રણેય ઇસમોએ મારઝૂડ કરી મામાને માનસિક ત્રાસ આપતા હતા જેથી મામા કંટાળીને એસીડ પી લીધું હોય તેવો એસીડ પિતા પહેલા વિડીયો બનાવ્યો હતો વાંકાનેર સીટી પોલીસે આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે
