

લાલપર નજીક હોટેલ સંચાલક પોતાની હોટેલ ખાતે બેઠા હોય અને હોટેલ સામે એક ઇસમ સ્ત્રી સાથે બોલાચાલી કરતો હોવાથી તેને સમજાવવા ગયો હતો અને સમજાવી હોટેલ પરત જતો હતો ત્યારે પાછળથી ઇસમેં છરી વડે પગના ઘૂંટણથી સાથળના ભાગે એક ઘા મારી ઈજા કરી હતી
મૂળ જુનાગઢના વતની હાલ મોરબીના ઉમા ટાઉનશીપમાં રોયલ હાઈટ્સ એફ બ્લોક નં ૩૦૩ માં રહેતા જીતેન્દ્રભાઈ છગનભાઈ હિંગરાજીયા (ઉ.વ.૫૩) વાળાએ આરોપી પવન ઉર્ફે પવો કોળી રહે મોરબી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી લાલપર ગામની સીમમાં રીયલ પ્લાઝા ૨ કોમ્પ્લેક્ષમાં ગ્રાઉન્ડ ફલોરમાં આવેલ પટેલ એસી ડાયનીંગ હોલ નામની હોટેલ ચલાવી વેપાર કરે છે ગત તા. ૩૧-૧૦ ના રોજ ફરીયાદી જીતેન્દ્રભાઈ પોતાની હોટેલ બેઠા હતા અને આરોપી પવન કોળી કોઈ સ્ત્રી સાથે બોલાચાલી કરતો હતો જેથી તેને સમજાવવા ગયેલ અને સમજાવી પરત હોટેલ જતા હતા ત્યારે આરોપીએ પાછળથી આવી છરી વડે ઘૂંટણથી ઉપર સાથળના ભાગે છરીનો એક ઘા ઝીકી ઈજા કરી હતી મોરબી તાલુકા પોલીસે આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે