

લીલાપર ગામે રહેતી ૧૫ વર્ષની સગીરાને માતાએ ઘરકામ બાબતે ઠપકો આપતા ચોથા માળેથી પડતું મુક્ત ગંભીર ઈજા પહોંચતા સારવાર દરમિયાન મોત થયું હતું
મૂળ ઉત્તરપ્રદેશના વતની હાલ મોરબી લીલાપર ચોકડી પાસે રહેતા ખુશીબેન રામનરેશ વર્મા (ઉ.વ.૧૫) નામની સગીરાએ પોતાના એપાર્ટમેન્ટના ચોથા માળેથી પડતું મુક્ત શરીરે ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ હતી જ્યાં સારવારમાં સગીરાનું મોત થયું હતું પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ મૃતક સગીરાને માતાએ ઘરકામ બાબતે ઠપકો આપતા મનમાં લાગી આવતા ચોથા માળેથી પડતું મૂક્યાનું ખુલ્યું છે મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે