



મોરબીનાં નવલખી રોડ પર રેલવે સ્ટેશન પાસે આવેલા આસ્થા શ્રદ્ધાના પ્રતીક શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા મોરબીની વિવિધ સરકારી શાળામાં વિના મૂલ્યે 15000, ફુલ સ્કેપ ચોપડાનું વિતરણ કરાયું હતું
જેમાં એમ પી શેઠ ગર્લ્સ હાઈસ્કૂલની તમામ વિધાર્થી બાળાઓને શાળા સંચાલકોની ઉપસ્થિતિમાં વિતરણ કરાયું તેમજ વી સી હાઈસ્કૂલ, એન જી મહેતા હાઈસ્કૂલ, સહિત મોરબી શહેરને તાલુકાની સરકારી શાળાઓમાં મંદિરના સેવાભાવી ટ્રસ્ટી એ દ્વારા વિતરણ કરવામાં આવ્યું હતું
શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિરએ ભક્તો દ્વારા આવતી તમામ આવક સેવાકીય પ્રવૃત્તિમાં વાપરવામાં આવે છે જેમાં મંદિરમાં ચાલતુ સાર્વજનીક દવાખાના, ગાયોના ઘાસચારા,ગરીબ દિકરીઓના સમુહલગ્ન, નવરાત્રી મહોત્સવનું આયોજન વિગેરે આવી અનેક સેવાકીય પ્રવૃતિઓમાં વાપરવામાં આવે છે


