

ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી” ( ગુજરાત સરકાર ) ગાંધીનગર દ્વારા માન્ય “આર્યભટ્ટ” લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી દ્વારાં તા. 16 સપ્ટેમ્બર “વિશ્વ ઑઝોન દીવસ “નાં અનુસંધાને વક્તુત્વ સ્પર્ધા માં આપનાં વિચારો રજુ કરવા કેટેગરી મુજબ નાં વિષય પર વિડીયો બનાવી ભાગ લેવાં માટે આમંત્રણ આપવામાં આવે છે.
- કેટેગરી-મુજબ વિષય નીચે મુજબ છે
- કેટેગરી:-1 ધો.:-1, 2, 3, 4 માટે પ્રશ્ન:-
(1) આપણે શ્વાસ માં ક્યા વાયુ નો ઉપયોગ કરીએ છીએ ? આપણે શુદ્ધ હવા મેળવવા માટે શું શું કરવું જોઈએ?
- કેટેગરી:-2 ધોરણ:-5, 6, 7, 8 માટે પ્રશ્ન:-
(2) : અલ્ટ્રાવાયોલટ ( પાર જાંબલી) કીરણો એટલે શું ? તે આપણને કેવી રીતે અસર કરે છે ..
- કેટેગરી:- 3 ધો:- 9 , 10, 11, 12 માટે પ્રશ્ન:-
(3) “ઓઝોન” “પૃથ્વી નું સુરક્ષા કવચ છે” સમજાવો.
- કેટેગરી:-4 કૉલેજ સ્ટુડન્ટ, શિક્ષકમિત્રો , તજજ્ઞો તથા વાલીશ્રીઓ માટે પ્રશ્ન:-
(4) ઑઝોન લેયર એટલે શું ? અલ્ટ્રાવાયોલટ કીરણો જીવસૃષ્ટિ માટે ખતરનાક છે સમજાવો..
કેટેગરી મુજબ નાં પ્રશ્નો પર આપનાં વિચારો રજુ કરતાં વિડીઓ બનાવી નીચે આપેલ કોઈપણ એક વૉટ્સેપ નંબર પર તારીખ : 16/9/ 2026 સાંજ નાં 6=00 સુધી 98249 12230 /97279 86386 પર મોકલી શકો છો.
આ સ્પર્ધા નથી પણ લોક જાગૃતિ માટે આજ ની જરૂરિયાત છે જે આપનાં મિત્ર-સર્કલ તથા અન્ય ગૃપ માં પણ જરુર જાણ કરશો.
આભાર સહ ધન્યવાદ
દિપેનભાઈ ભટ્ટ
મુખ્ય સંયોજક મોરબી જીલ્લો
“ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી ( ડીપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ગુજરાત સરકાર) ગાંધીનગર” પ્રેરિત “આર્યભટ્ટ” લોક વિજ્ઞાન કેન્દ્ર ,ધી વી સી ટેક હાઈસ્કૂલ રૂમ નંબર ૨૦૨ મોરબી જીલ્લો