

માટેલ રોડ પરની ફેકટરીમાં રહીને કામ કરતા ૨૫ વર્ષીય યુવકે કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ આયખું ટૂંકાવી લીધું હતું બનાવ મામલે પોલીસે વધુ તપાસ ચલાવી છે
મૂળ ઓરિસ્સાના વતની હાલ વાંકાનેર તાલુકાના માટેલ રોડ પર સનસાઈન સેરા સિરામિક નામની ફેકટરીમાં કામ કરતા રાજુભાઈ અર્જુનભાઈ મહાકુંભ (ઉ.વ.૨૫) નામના યુવાને લેબર ક્વાર્ટરમાં કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો વાંકાનેર તાલુકા પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે અને આપઘાતના બનાવનું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે