મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસેથી દેશી તમંચા સાથે એક ઝડપાયો

 

મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસેથી દેશી હાથ બનાવટના તમંચા સાથે એક ઈસમને ઝડપી લઈને એસઓજી ટીમે મુદામાલ કબ્જે લીધો છે

 

મોરબી એસઓજી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમી મળી હતી કે મોરબી તાલુકાના પીપળીયા ચાર રસ્તા મધુરમ કલીનીક સામે રોડ પર એક ઇસમ હથિયાર સાથે હોય જેથી ટીમે સ્થળ પર રેડ કરી હતી પીપળીયા ચાર રસ્તા મધુરમ કલીનીક સામે રોડ પરથી આરોપી દીપેશ ઉર્ફે સલીમ ગૌતમ રાઠોડ રહે હાલ નીરૂબેનનગર પીપળીયા ચાર રસ્તા તા. માળિયા મૂળ રહે મોટા ભેલા તા. માળિયા વાળાને ઝડપી લઈને આરોપીના કબજામાંથી દેશી તમંચો નંગ ૦૧ કીમત રૂ ૫૦૦૦ નો મુદામાલ જપ્ત કરી આરોપી વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

 

Leave A Reply

Your email address will not be published.