

જસમતગઢ ગામના બસ સ્ટેશન સામે ટ્રકના ચાલકે પુરઝડપે ટ્રક ચલાવી આગ જતી રિક્ષાને પાછળથી ઠોકર મારી હતી જે અકસ્માતમાં રીક્ષામાં બેસેલ મુસાફરને પહોંચતા હોસ્પિટલ ખસેડ્યા છે
મોરબીના ભડિયાદ રોડ બૌદ્ધનગરના રહેવાસી જીવાભાઈ દેવાભાઈ સોલંકી (ઉ.વ.૫૮) વાળાએ ટ્રક આરજે ૧૨ જીએ ૧૨૬૭ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ટ્રક ચાલકે પોતાનો ટ્રક પુરઝડપે ચલાવી મોરબી તાલુકાના જસમતગઢ ગામ બસ સ્ટેશન પાસે આગળ જતી રીક્ષાને પાછળથી ઠોકર મારી હતી જે રીક્ષામાં ફરિયાદી જીવાભાઈ સોલંકી પાછળ બેસેલ હતા જેને ઈજા પહોંચી હતી મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે