મોરબીના ભરતનગર પાસે શ્રમિકનો ગળેફાંસો ખાઈ આપઘાત

મોરબીના ભરતનગર ગામની સીમમાં આવેલી એક કંપનીના લેબર ક્વાર્ટરમાં ૧૯ વર્ષીય પરપ્રાંતિય યુવાને કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લીધો હતો.

બનાવની વિગત મુજબ, ભરતનગર ગામની સીમમાં આવેલી લેમીકોન કંપનીના લેબર ક્વાર્ટરમાં રહીને મજૂરી કામ કરતા રોહિતભાઈ પપ્પુભાઈ શીંગર (ઉ.વ. ૧૯) નામના યુવાને પોતાના ક્વાર્ટરમાં ગળેફાંસો ખાઈ લીધો હતો. ઘટનાની જાણ થતા મોરબી તાલુકા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતદેહને પીએમ અર્થે ખસેડી યુવાને કયા કારણોસર આ અંતિમ પગલું ભર્યું તે અંગે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

Leave A Reply

Your email address will not be published.