

સુંદરીભવાની ગામે વાડીએ મારગ બાબતે બોલાચાલી અને ઝઘડો થયાનો ખાર રાખી છ ઈસમો ઘરમાં ઘુસી આવ્યા હતા અને પતિ હાજર ના હોય તો પત્નીને કુહાડી વડે ઈજા પહોંચાડી ઘર વખરીમાં તોડફોડ કરી નુકશાન કરી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી
હળવદ તાલુકાના સુંદરીભવાની ગામે રહેતા સુરજબેન રાજુભાઈ સોલંકી (ઉ.વ.૩૬) આરોપીઓ જીલ્લાભાઈ બાવલભાઈ સોલંકી, પ્રતાપ જીલ્લાભાઈ સોલંકી, એક અજાણ્યો ઇસમ, ઘનશ્યામ બાવલભાઈ સોલંકી અને બે અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે આરોપી જીલ્લાભાઈ સોલંકી સાથે ગત તા. ૨૯ ના રોજ વાડીએ મારગ બાબતે બોલાચાલી ઝઘડો થયો હતો જેનો ખાર રાખી તા. ૦૨ ના રાત્રીના બે વાગ્યે પતિ રાજુભાઈ ઘરે ન હતા ત્યારે આરોપીઓ કુહાડી લઈને ઘરમાં આવી સુરજબેનને કુહાડી ઘા માર્યો હતો
તેમજ અન્ય ઈસમો ધોકા વડે ઘરમાં પાણીની ગેંડી, ફ્રીઝ, ઘરઘંટી, ડ્રેસિંગ અને કબાટમાં નાની મોટી તોડફોડ કરી આશરે રૂ ૩૦,૦૦૦ નુકશાન કર્યું હતું અને ફરિયાદી તેમજ પતિને ગાળો આપી પતિને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી હળવદ પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે


