મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા સાક્ષરતા દિનની ઉજવણી નિમિત્તે જરૂરિયાત મંદ વિદ્યાર્થીઓ ને તદ્દન ફ્રી ત્રીપલ સી સર્ટિફાઇડ કોમ્પ્યુટર કોર્સ કરાવવામાં આવશે

 

વિશ્વ સાક્ષરતા દિવસ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઇન્ડિયન લાયોનેસ ક્લબ મોરબી દ્વારા ત્રીપલ સી સર્ટિફાઇડ કોમ્પ્યુટર કોર્સ આર્થિક રીતે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને તદ્દન ફ્રીમાં કરાવવામાં આવશે . આ સાથે સંસ્થાના પ્રેસિડેન્ટ ડોક્ટર સુષ્માબેન દુધરેજીયાએ જણાવ્યું કે અમને જણાવતા અત્યંત આનંદ થાય છે કે અત્યાર સુધીમાં લગભગ 100 જેટલા વિદ્યાર્થીઓને આ કોર્સ કરાવી પગભર બનાવવા મદદ કરવામાં આવી છે.

અમારા આ વિદ્યા દાનરૂપી સેવા યજ્ઞમાં આર્થિક સહયોગ કચ્છ માધાપર હાલ દુબઈ નિવાસી શ્રી નરેશભાઈ કાનજીભાઈ મેપાણી દ્વારા દર વર્ષે આપવામાં આવે છે. શ્રી નરેશભાઈ તેમની જીવનમાં મેળવેલ સફળતા અને સિદ્ધિ નો તમામ યશ તેમના પિતાશ્રી કાનજીભાઈ મેંપાણીને આપતા જણાવે છે કે આ રીતે જરૂરિયાતમંદ બાળકોને વિદ્યાદાન આપી અમે પણ ગૌરવની લાગણી અનુભવીએ છીએ. આ કોર્સ ની ફી સામાન્ય રીતે 2500 થી 3000 જેટલી હોય છે જે સુજતન કોમ્પ્યુટર ક્લાસ ના સંચાલિકા શિક્ષિકા અને અમારા તેજસ્વી મેમ્બર હીનાબેન પરમાર ના સહયોગથી કરાવવામાં આવે છે.

સંસ્થાના ફાઉન્ડર શ્રીમતી શોભનાબા સહદેવસિંહ ઝાલા એ જણાવ્યું કે અમારી સંસ્થાના પિતા સમાન એવા શ્રી હિતેશભાઈ પંડ્યા સાહેબના જન્મદિવસ [8 સપ્ટેમ્બર ]ની ઉજવણી નિમિત્તે દર વર્ષે અમે વિશ્વ સાક્ષરતા દિલની ઉજવણી આ રીતે આટલો મોંઘો મહામૂલો કોર્સ તદ્દન ફ્રીમાં કરાવીને કરીએ છીએ.

આ કોષ મોરબી શહેર તેમજ તેની આજુબાજુના વિસ્તારના તમામ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે છે .તો આ કોર્સમાં વહેલા તે પહેલા ના ધોરણે પ્રવેશ આપવાનો હોય પોતાના આધારકાર્ડ સાથે હીનાબેન પરમાર 98259 30156 નો તુરંત સંપર્ક કરવો.

Leave A Reply

Your email address will not be published.