માળિયા નજીક કઈ એજન્સીએ ઝડપ્યો દારૂનો મોટો જથ્થો ?
૫૨૮ બોટલ દારૂ અને કાર સહિતનો મુદામાલ જપ્ત કરાયો



સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે આજે બાતમીને આધારે માળિયા હાઈવે પર વોચ ગોઠવી હતી જે દરમિયાન અણીયારી ટોલનાકાથી માળિયા તરફ જતા રોડ પરથી પસાર થતી ટાટા જેસ્ટ કાર નં જીજે ૧૨ સીપી ૩૭૫ વાળીને રોકીને તેની તલાશી લેતા કારમાં સંતાડીને રાખેલો વિવિધ બ્રાંડનો વિદેશી દારૂ તેમજ જીનની કુલ બોટલ નંગ ૫૨૮ કીમત રૂપિયા ૧,૫૮,૪૦૦ મળી આવતા ડીજી વિજીલન્સ ટીમે વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરીને કારમાં સવાર નરશી પંચાલ મહેશ્વરી રહે. ભુજ કચ્છ વાળાને ઝડપી લઈને વિદેશી દારૂ તેમજ કાર મળીને ૫,૫૮,૪૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે જયારે ઝડપાયેલા આરોપીએ દારૂનો જથ્થો ભુજમાં રહેતા રામ વિનોદ ભટ્ટ દ્વારા મંગાવવામાં આવ્યો હોય તેમજ અન્ય એક અજાણ્યો ઇસમ અને દારૂનો માલ ભરવી આપનાર એમ ત્રણના નામો ખુલતા તેને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે

