પોલીસ નાઈટ પેટ્રોલિંગ કરે કે નાં કરે પણ તસ્કરોનું પેટ્રોલિંગ શરુ

હાલ શિયાળાની સીઝન પુરજોશમાં જામી છે ત્યારે તસ્કરોને મોકલું મેદાન મળી ગયું હોય એમ મકાનમાં ધામા નાખવાના પ્રયાસો શરુ થયા છે તો મોરબીની ધરમનગર સોસાયટીમાં સતત બીજા દિવસે તસ્કરોએ ચોરીની પ્રયાસ કર્યો હોવાની માહિતી સુત્રોમાંથી મળી હતી

મોરબીના રાજપર રોડ પર આવેલ ધરમનગરમાં રહેતો પરિવાર ગત તા.૨૬ ના રોજ અમદાવાદ પ્રંસંગમાં ગયો હોય અને બાદમાં તસ્કરોએ તેના ઘરમાં પ્રવેશ કરીને તાળું તોડીને કબાટ સહિતની વસ્તુમાં હાથફેરો કર્યો હતો પરંતુ તસ્કરોને કઈ હાથ ના લાગ્યું અને અન્ય ઘરમાં હાથ ફેરો કરવા જતા આસપાસના લોકો જાગી ગયા હોય જેથી તસ્કરોએ નાશી ગયા હતા તો આ સોસાયટીમાં સતત બીજા દિવસે તસ્કરોએ ચોરીની પ્રયાસ કર્યો હોવાની માહિતી સુત્રોમાંથી મળી હતી.હાલ શિયાળાની સીઝન ચાલી રહી છે લોકો મીઠી ઊંઘ લઇ રહ્યા હોય દરમિયાન તસ્કરો પોતાના ગેરકાયદેસર નતીજાને અંજામ અપાતા હોય છે તો તસ્કરો છેલ્લા ૨ દિવસથી પોલીસને ખુલ્લો પડકાર ફેકીને ચોરીનો પ્રયાસ કરી રહ્યા છે તો પોલીસના નાઈટ પેટ્રોલિંગ પર પણ અનેક સવાલો ઉભા થયા છે તો શું તસ્કરો પોતાના કામને અંજામ આપે તે પહેલા પોલીસ તેને ઝડપી પાડશે કે કોઈના ઘરમાં ચોરી થયા બાદ જ પોલીસ તસ્કરોની ટોળકી ઝડપી પાડશે

Leave A Reply

Your email address will not be published.