માળિયા બ્રાંચ કેનાલમાં પાણી હજુ પહોંચ્યું નથી, ઉપવાસ આંદોલનનો પાંચમો દિવસ




માળિયાના છેવાડાના ગામો સુધી કેનાલનું પાણી પહોંચતું ના હોય અને રવિપાક માટે સિંચાઈના પાણીની માંગ સાથે ખેડૂતો આંદોલન ચલાવી રહ્યા છે જે આંદોલનના પાંચમાં દિવસ સુધી પાણી પહોંચ્યું નથી તો પાણી ના મળે ત્યાં સુધી લડી લેવાના નિર્ધાર સાથે ખેડૂતો લડત આપી રહ્યા છે
માળીયા બ્રાન્ચ ખેડુત હીત રક્ષક સમિતિ દ્વારા કેનાલમાથીં રવિપાક માટે સિંચાઈના પાણીની માંગ સાથે સોમવારથી ઉપવાસ આંદોલનનું શસ્ત્ર ઉગામવામાં આવ્યું છે અને સતત પાંચ દિવસથી પાણીની માંગ સાથે આંદોલન કરી રહ્યા છે રવી પાક માટે પાણી ન મળતાં ખેડુત ઉપવાસ આંદોલનના આજે પાંચમા દીવસે પણ રવી પાક માટે પાણી ન મળતા ઉપવાસી છાવણીમાં ૧૨ ગામનાં ૨૫ ખેડુતોનું ઊપવાસ આંદોલન યથાવત છે પાંચ પાંચ દીવસ થયા છતાં પાણી નવા ધાટીલા ગામે જ રમ્યા કરે છે
હળવદ તાલુકા સુધી પાણી મળે છે પાંચ પાંચ દિવસ થયા ઉપવાસ બેઠા ત્યારે નવા ધાટીલા એક જ ગામે પાણી આગળ હાલી ને પાણી પાછું વળી ગયું માળીયા તાલુકાના ગામોમાં કેમ પાણી આવતું નથી તેની ચર્ચા પણ ખેડૂતોમાં જોવા મળી રહી છે તેમજ ખીરઈ સુધી પાણી નહીં પહોંચે ત્યા સુધી ખેડુતો આ લડાઈ લડતા રહેશે તેવો હુંકાર કરવામાં આવ્યો છે



