વાંકાનેરમાં અગાઉના ઝધડાનો ખાર રાખી યુવાનની ધોલાઈ કરી નાખી

વાંકાનેરની આંબેડકર શેરીમાં આગાઉના ઝધડાનો ખાર રાખી ત્રણ શખ્શોએ યુવાનને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ વાંકાનેર સીટી પોલીસ મથકમાં નોંધાઈ છે તો વાંકાનેર સીટી પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

વાંકાનેરની આંબેડકર શેરી નંબર ૪ માં રહેતા પરેશ લવજીભાઈ પરમારને આગાઉ આરોપી ભરત મોહનભાઈ પરમાર, અમિત મોહનભાઈ પરમાર, નરેશ મોહન પરમાર અને મોહનભાઈ જગાભાઈ પરમાર સાથે ઝધડો થયેલ હોય જેનો ખાર રાખી આરોપીઓએ ગાળો આપી આરોપી ભરતે લોખડના પાઈપ વડે માર મારી ફેકચર જેવી ઈજા કરી આરોપી અમિત અને નરેશે લોખંડના પાઈપ અને લોકડાના ધોકા વડે માર મારી આરોપી મોહને પગેથી પાટા મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ પરેશ લવજીભાઈ પરમારે વાંકાનેર સીટી પોલીસ મથકમાં નોધાવી છે તો વાંકાનેર સીટી પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Comments
Loading...
WhatsApp chat