


વાંકાનેરના ચંદ્રપુર પાસે આવેલ બ્રીજ ઉતરતા કાર ચાલકે ડબલ સવારી બાઈકને ટક્કર મારી હતી જે અકસ્માતમાં બાઈક સવાર બંને યુવાનને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે
મધ્યપ્રદેશના વતની મનીષભાઈ સુરેશભાઈ બિલવાલ (ઉ.વ.૨૦) નામના યુવાને ફોર વ્હીલ જીજે ૩૬ એએલ ૦૫૯૫ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી મનીષ અને તેના મિત્ર ઉદેશભાઈ બંને બાઈક એમપી ૪૫ એમટી ૧૦૨૨ લઈને ચોટીલા પુનમ ભરવા જતા હતા ત્યારે વાંકાનેર ચોટીલા હાઈવે પર ચંદ્રપુર નજીક બ્રીજ ઉતરતા પાછળથી કાર ચાલકે બાઈકને ટક્કર મારી હતી જે અકસ્માતમાં ફરિયાદી મનીષ અને ઉદેશભાઈને ઈજા પહોંચી હતી વાંકાનેર સીટી પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે