રવાપર ચોકડીએ ટ્રક ચાલકે ભિક્ષુકને ઠોકર મારતા ઈજા પહોંચી

 

શહેરની રવાપર ચોકડી પાસે ભિક્ષુક યુવાનને ટ્રક ચાલકે હડફેટે લીધો હતો રોડ ક્રોસ કરતા ભિક્ષુકને ટક્કર મારતા શરીરે તેમજ પગમાં ઈજા પહોંચી હતી પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે

 

વાંકાનેરના રહેવાસી મુન્નાભાઈ ઈસ્માઈલભાઈ સલાટ (ઉ.વ.૪૦) વાળાએ અજાણ્યા ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી મુન્નાભાઈ ભીખ માંગવાનું કામ કરતા હોય અને ગત તા. ૦૩ ના રોજ રવાપર ચોકડી પાસે ચાલીને રોડ ક્રોસ કરતા હતા ત્યારે અજાણ્યા ટ્રક ચાલકે ટક્કર મારી હતી જે અકસ્માતમાં ફરિયાદીને શરીરે જમણા પગના પંજામાં ઈજા તેમજ પંજાથી ઢીંચણ વચ્ચે ફ્રેકચર થયેલ તેમજ પગમાં ઢીંચણના ભાગે ફ્રેકચર જેવી ઈજા અને બંને પગમાં છોલછાલ કરી સામાન્ય ઈજા કરી હતી મોરબી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

 

Leave A Reply

Your email address will not be published.