


તાજેતરમાં વડવાળા યુવા સંગઠન મોરબી દ્વારા રબારી સમાજના તૃતીય સમૂહલગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જે સમૂહલગ્નોત્સવમાં સમાજમાં ફેલાયેલા કુરિવાજોને તિલાંજલિ આપવા ઉપરાંત પર્યાવરણ બચાવવા માટે દરેક મહેમાનોને રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું. ત્યારે વડવાળા યુવા સંગઠનના કાર્યકરોએ આજે મોરબીના પત્રકાર મિત્રોને બોનસાઈ રોપા ભેટ સ્વરૂપે આપ્યા હતા.

