મોરબી જીલ્લાની ક્રાઈમ ડાયરી

(૧) વાંકાનેર કોટડાસાંગાણી ગામની સગીરાનું લગ્નની લાલચે અપહરણ થયાની ફરિયાદ નોંધાઈ છે જેમાં અજાણ્યો ઇસમ  ૧૬ વર્ષની સગીરાને લગ્નની લાલચ આપી લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઈરાદે અપહરણ કરી ગયો છે. સગીરાના ભાઈની ફરિયાદને આધારે વાંકાનેર તાલુકા પોલીસે અપહરણ અંગે ગુન્હો નોંધી તપાસ ચલાવી છે.

 

(૨) પ્રકાશ વાલાભાઈ બેડવાએ વાંકાનેર પોલીસમાં  ફરીયાદ નોધાવી છે કે રાજકોટ અમદાવાદ હાઈવે પર આવલી બિસ્મીલ્લા હોટેલમાં આરોપી તાસીર ઉર્ફે તાહીરભાઈ આમદુભાઈ,રતનશીભાઈ દરબાર,આમદભાઈ ગઢવાળની હોટેલમાં જમવા જતા જમવા આપવાની ના પાડી બોલાચાલી કરીને પ્રકાશભાઈને લાકડીવડે મારમારી માથાના ભાગે અને વાંસમાં ઈજા કરી હતી અને જ્ઞાતિ વિરુદ્ધ અપશબ્દોકહીને અપમાનિત કર્યા હતા તેમજ તેની સાથે રહેલા નવધણભાઈ ખીમાભાઈ કોળીને પણ મારી મારવામાં આવ્યો હતો.

 

 

(૩) વાંકાનેર ભરવાડ પરામાં રહેતા અમિતભાઈ પ્રભુભાઈ કમસેરએ તા.૮ ના રોજ રાજા વડલા ગામની વાડીમાં કોઈ અગમ્ય કારણોસર ઝેરીદવા પી લેતા પ્રથમ વાંકાનેર સિવિલ હોસ્પીટલમાં ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા જ્યાં આજ રોજ તેમનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.

Comments
Loading...
WhatsApp chat