યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં પ્રવેશોત્સવ યોજાયો

મોરબીમાં સર્વોદય એજ્યુકેશન સોસાયટી સંચાલીત શ્રી યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજમાં બી.એ. સેમેસ્ટર-૧ માં પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓ માટે પ્રવેશોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કાર્યક્રમનું  શરૂઆત સર્વધર્મ પ્રાર્થનાથી કરવામાં આવી હતી. ત્યારબાદ કોલેજના પ્રિન્સીપાલ ડો. એલ. એમ. કંઝારિયાએ  પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓને આવકારી શુભેચ્છા પાઠવી હતી અને કોલેજની પ્રાથમિક માહિતી આપી જીવનમાં ઉચ્ચ શિક્ષણનું મહત્વ સમજાવ્યું હતું.કોલેજના પ્રાધ્યાપકો પ્રો. કાથડ, પ્રો.ડો. વારોતરિયા, પ્રો. રાજપુત, નીતાબેન અને પ્રો. કે.આર. દંગી દ્વારા કોલેજમાં અભ્યાસની સાથે ચાલતી ઈત્તર પ્રવૃતિઓ અને વિવિધ સપ્તધારાની માહિતી, કોમ્પ્યુટરનાં વર્ગો, વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ માટેના વર્ગો, N.S.S. અને N.C.C.ની માહિતી આપી હતી.તેમજ જૂના વિદ્યાર્થીઓએ પણ હાજરી આપી આ અગત્યની અને જીવન ઉપયોગી માહિતી આપી હતી.આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રો. જોશી દ્વારા કરવામાં આવ્યું હતું

Comments
Loading...
WhatsApp chat