વિશ્વમાં બીજા નંબરના સિરામિક એક્ઝ્હીબીશનની રસપ્રદ માહિતી જાણો અહી

ગાંધીનગર ખાતે વાઈબ્રન્ટ સિરામિક એસ્ક્પો યોજાશે

નવેમ્બર માસમાં ગાંધીનગર ખાતે યોજાનાર વાઈબ્રન્ટ સિરામિક વિશ્વમાં સિરામિક ઉદ્યોગનું બીજા નંબરનું સૌથી મોટું એકઝીબીશન બની રહેશે. આ વર્ષે અત્યારથી જ ૨૦૦ કરતા વધુ સ્ટોલ બૂક થયા છે માત્ર બીજા જ વર્ષે આ સ્તરે પહોંચનારૂ વિશ્વનું પ્રથમ એકઝીબીશન બની રહેશે. આ એકઝીબીશનના કારણે મોરબી તથા ભારતના સિરામિક ઉદ્યોગને નવી દિશા તથા વધુ ઉંચાઈ મળશે.

હાલમાં મોરબીમાં ભારતનું ૮૦ % થી વધુ સિરામિક પ્રોડક્શન થઈ રહ્યું છે જે સમગ્ર વિશ્વમાં ચીન પછી બીજા નંબરે છે. હાલમાં વિશ્વના કુલ સિરામિક ઉત્પાદનમાં મોરબીનો હિસ્સો ૧૨.૯ % છે. આ સિરામિક ઉદ્યોગને સમગ્ર વિશ્વમાં નવી તકો મળે અને વેચાણ વધે તેવા હેતુથી ગત વર્ષે અમદાવાદ ખાતે વાઈબ્રન્ટ સિરામિક એકઝીબીશન યોજાયું હતું જયારે ચાલુ વર્ષે ૧૬ થી ૧૯ નવેમ્બર ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે યોજાશે. હાલમાં ૩૮ દેશોમાં આ માટેનું પ્રમોશન થઈ ગયું છે. આ એકઝીબીશનમાં ૫૦ હજાર ચોરસ મીટર કરતા વધુ જગ્યામાં સ્ટોલ્સ ઉભા કરાશે અને ટોટલ ૧,૧૦,૦૦૦ ચો. મીટર જગ્યામાં એકઝીબીશાન યોજાશે. ગત વર્ષે ૧૧,૦૦૦ ચો.મી. જગ્યામાં યોજાયેલું એકઝીબીશાન માત્ર એક જ વર્ષમાં આટલું આગળ વધી ગયું મોરબી સિરામિક એસોસીએશન, ઓક્ટાગોન કોમ્યુનીકેશન અને ગુજરાત સરકાર દ્વારા યોજાનારા એકઝીબીશનને અનેક સરકારી, બિન સરકારી તથા વ્યાપારી સંસ્થાઓનો સહયોગ મળી રહ્યો છે.

એકઝીબીશનની વિશેષતાઓ :-
• ભારતના ૧૦૦ શહેરોમાં પ્રમોશન મીટીંગો કરાશે.
• વિશ્વના ૭૩ દેશોમાં રોડ-શો કરાશે.
• ભારતમાંથી ૧,૨૫,૦૦૦ કરતા વધુ સિરામિક વેપારીઓ, બિલ્ડરો તથા આર્કીટેકટસ આવશે.
• વિશ્વભરમાંથી ૩૦૦૦ થી વધુ સિરામિક વેપારીઓ, આયાતકારો તથા આગેવાનો આવશે.
• વિદેશી મહેમાનો માટે મેનેજમેન્ટ સ્ટુડન્ટસને વોલન્ટીયર તરીકે રખાશે.
• આ માટે વિવિધ બિઝનેશ મેનેજમેન્ટ કોલેજો સાથે ટાઈ અપ
• અમદાવાદના ઇન્ટરનેશનલ અને ડોમેસ્ટિક એરપોર્ટ પર સ્ટોલ ઉભા કરાશે.
• એકઝીબીશનમાંથી મોરબી ફેક્ટરી વિઝીટ માટે આવનારા મહેમાનો માટે હેલીકોપ્ટરની સુવિધા.
• બેસ્ટ બિલ્ડર, બેસ્ટ ઇન્ટીરીયર તથા બેસ્ટ આર્કીટેકટના એવોર્ડ અપાશે.

સમગ્ર વિશ્વમાં ભારત માટેનું બજાર ખુલશે.

આ એકઝીબીશનમાં વિશ્વના એવા દેશોમાંથી પણ બાયર આવશે જ્યાં સુધી હજુ મોરબીની પ્રોડક્ટ પહોંચી નથી. આ ઉપરાંત સ્પેન અને ઇટાલી જેવા સિરામિક ઉત્પાદક દેશો સાથે જોઈન્ટ વેન્ચર અને જોબવર્ક માટે કરારો કરાશે. તે ઉપરાંત ચાઈનાના ૨૫,૦૦૦ એક્સપોર્ટરોને પણ આમંત્રિત કરાયા છે જે ભવિષ્યમાં ભારતના સિરામિક ઉત્પાદનની નિકાસ કરે તે માટેના કરારો પણ કરાશે. આ એકઝીબીશનના કારણે મોરબી તથા ભારતના સિરામિક ઉત્પાદકોને પોતાની પ્રોડક્ટ વધુ સારા ભાવે વિવિધ દેશોમાં વેચાણ માટે નવી તકો મળશે તેમ સિરામિક એશો.ના પ્રમુખ નીલેશભાઈ જેતપરિયાએ ખાસ વાતચીતમાં જણાવ્યું હતું.

Comments
Loading...
WhatsApp chat