




ટંકારા પોલીસ દ્વારા વ્યાજખોરીના ગુનામાં સંડોવાયેલ ઈસમને પાસા હેઠળ ડીટેઈન કરી લાજપોર મધ્યસ્થ જેલ સુરત હવાલે કર્યો છે
ટંકારા પોલીસ મથકમાં વ્યાજ વટાવના ગુનામાં સંડોવાયેલ ઇસમ સામે પાસા દરખાસ્ત તૈયાર કરી મોરબી જીલ્લા મેજીસ્ટ્રેટ તરફ મોકલતા જીલ્લા મેજીસ્ટ્રેટ અને કલેકટર મોરબી દ્વારા ગુનામાં સંડોવાયેલ આરોપી જયદીપ બાબુભાઈ બસિયા રહે મીતાણા તા. ટંકારા વાળાનું પાસા વોરંટ ઈશ્યુ કર્યું હતું જે ઇસમની તાત્કાલિક ધરપકડ કરવા ટંકારા પોલીસની ટીમ બનાવી આરોપી જયદીપ બાબુભાઈ બસિયાને પાસા એક્ટ તળે ડીટેઈન કરી સુરત લાજપોર જેલ હવાલે કર્યો છે
