મોરબી-વાંકાનેરમાં આપઘાત અને અપમૃત્યુના બનાવોમાં ચાર વ્યક્તિના મોત

 

મોરબી અને વાંકાનેર તાલુકામાં આપઘાત અને અપમૃત્યુના બનાવોમાં ચાર વ્યક્તિના મોત મામલે પોલીસે બનાવોની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે

પ્રથમ બનાવમાં મૂળ મધ્યપ્રદેશના વતની હાલ મોરબીના પાનેલી રોડ પર આવેલ કેડા સિરામિકની લેબર કોલોનીમાં રહેતા પુનીતકુમાર સુરેશપ્રસાદ વર્મા (ઉ.વ.૨૯) નામના યુવાને કોઈ કારણોસર લેબર કોલોનીમાં ગળેફાંસો ખાઈ લેતા મોત થયું હતું બીજા બનાવમાં મોરબીના મકનસર ગામના રહેવાસી રાહુલભાઈ ઉમેશભાઈ કુંઢીયા (ઉ.વ.૧૯) નામના યુવાન બપોરે બારેક વાગ્યે પ્રેમજીનગર પટમાં બાઈક લઈને જતો હતો અને બાઈક ટ્રેક્ટર સાથે અથડાતા મોત થયું હતું

ત્રીજા બનાવમાં મૂળ અમદાવાદ જીલ્લાના બગોદરાના વતની હાલ મોરબીના પીપળી ગામે ગજાનંદ પાર્ક સોસાયટીમાં રહેતા ધારાબેન બળદેવભાઈ ગોહેલને તા. ૦૫ ના રોજ રાત્રીના તાવ, ટાઢ ચડતા હોસ્પીટલમાં સારવાર માટે ખસેડાઈ હતી જ્યાં પ્રેગનેન્સી હોવાનું જણાવ્યું હતું અને વધુ સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પિટલ ખસેડાઈ હતી જ્યાં મૃત બાળકીને જન્મ આપ્યો હતો અને ચાલુ સારવાર દરમીયાન પ્રસૃતિ પીડાથી ધારાબેન ગોહેલનું મોત થયું હતું

ચોથા બનાવમાં મૂળ વાંકાનેર તાલુકાના લુણસરના વતની હાલ ગાંધીનગર રહેતા જયેશભાઈ રામજીભાઈ ચાવડા (ઉ.વ.૩૭) નામના યુવાન વાંકાનેર એસટી ડેપોમાં પ્રથમ માળની સીડી પરથી પડી જતા સારવાર દરમિયાન મોત થયું હતું પોલીસે તમામ બનાવો મામલે તપાસ હાથ ધરી છે

 

Leave A Reply

Your email address will not be published.