ટંકારાના ગજડી ગામેથી કોપર વાયર ચોરી કરનાર બે ઈસમોને મુદામાલ સાથે ઝડપી લીધા 

 

ટંકારાના ગજડી ગામની સીમમાં તસ્કરોએ એકસાથે ૧૩ જેટલા ખેડૂતોને નિશાન બનાવી ૨૦૨૫ ફૂટ જેટલા કોપર પટ્ટી કેબલ વાયરની ચોરી કરી હતી. જેની તપાસ કરી પોલીસે ચોરી કરનાર બે શખ્સોને ઝડપી લઈને કોપર વાયર અને રોકડ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે.

 

પ્રાપ્ત વિગતો અનુસાર ગજડી ગામે થયેલ કોપર વાયરની ચોરી કરનાર તસ્કરોને શોધી કાઢવા પોલીસ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બે ઇસમો બાઈક પર પ્લાસ્ટિકનું બાચકુ લઇ નીકળતા જે શંકાસ્પદ જણાતા પોલીસે તપાસ કરી હતી. બાચકામાં કોપર વાયર હોય તેના અંગે પ્રશ્નોના સંતોષકારક જવાબ ન આપતા પોલીસે પુછપરછ કરી હતી. જેમાં આ કોપર વાયર ગજડી ગામેથી ચોર્યા હોવાની તેમણે કબુલાત આપી હતી.

 

પોલીસે પારસીંગ મંગુભાઇ ડામોર ઉવ-૩૪ અને અનીલભાઇ ગુમાનભાઇ પસાયા ઉ.વ.૨૪ રહે બંને ગજડી ગામ મૂળ મધ્યપ્રદેશ વાળાને કોપર વાયર આશરે વજન ૨૫ કી.ગ્રા. રૂ. ૧૨,૫૦૦, હીરો સ્પ્લેન્ડર પ્લસ મો.સા. નંબર-MP-45-MU-7921 કી. રૂ. ૨૫,૦૦૦ અને અલગ અલગ કંપનીના મોબાઇલ ફોન નંગ-૦૩ કી.રૂ. ૧૫,૦૦૦ નાં મુદ્દામાલ સાથે ઝડપી લીધા છે.

Leave A Reply

Your email address will not be published.