વાંકાનેર-ટંકારામાં ઘરફોડ ચોરી કરનાર બે ઇસમોને ઝડપી લઈને રૂ ૫.૪૨ લાખનો મુદામાલ કબ્જે

વાંકાનેરના વઘાસીયા અને ટંકારા ટાઉનમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો

 

 

વાંકાનેર તાલુકાના વઘાસીયા ગામ અને ટંકારા ટાઉનમાં થયેલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી એલસીબી ટીમે બે ઇસમોને ઝડપી લઈને ચોરીમાં ગયેલ સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ તેમજ ગુનામાં વપરાયેલ મોટરસાયકલ મળીને કુલ રૂ ૫.૪૨ લાખનો મુદામાલ રીકવર કર્યો છે

 

વાંકાનેર સીટી પોલીસ મથકમાં ગત તા. ૦૫ ના રોજ ફરિયાદી ફાતમાબેન ઉસ્માનભાઈ માણસીયાએ ફરિયાદ નોંધાવી હતી કે જુના વઘાસીયા ગામે તેના મકાનનો લોક તોડી કબાટમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ સહીત કુલ રૂ ૧.૭૧ લાખની ચોરી થઇ હતી તેમજ ટંકારામાં તા. ૦૮ ના ફરિયાદી વિનોભાઈ મુળજીભાઈ ગોહેલના મકાનમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ સહીત રૂ ૯૮,૩૦૫ ની ચોરી થઇ હતી જે બંને ચોરીના ભેદ ઉકેલવા સ્થાનિક પોલીસ ઉપરાંત એલસીબી ટીમે તપાસ ચલાવી હતી વાંકાનેર બાઉન્ડ્રી નજીક ઓવરબ્રિજ નીચે વાહન ચેકિંગ કામગીરીમાં ટીમ હોય ત્યારે બંને ઘરફોડ ચોરીને અંજામ આપનાર ઈસમો ડબલ સવારી નંબર પ્લેટ વગરના બાઈકમાં નીકળવાની બાતમી મળતા ટીમે વોચ ગોઠવી હતી

 

અને આરોપીઓ જયસિંઘ ઉર્ફે રાણા શેરાસિંઘ બાવરી રહે વડોદરા અને અર્જુનસિંઘ હીરાસિંઘ પટવા રહે બાવળા વાળાને ઝડપી લીધા હતા આરોપીઓ પાસેથી સોના-ચાંદીના દાગીના, રોકડ રકમ અને બાઈક સહીત કુલ રૂ ૫,૪૨,૦૦૦ નો મુદામાલ કબજે લીધો છે પોલીસે ટંકારા અને વાંકાનેરમાં થયેલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે

 

Leave A Reply

Your email address will not be published.