મોરબીના જેતપર હાઇવે પર ટેન્કર પાછળ ટ્રક અથડાતા અકસ્માત: ચાલકનું મોત

મોરબીના જેતપર હાઇવે પર રંગપર ગામની સીમમાં રોડની વચ્ચોવચ બેફિકરાઈથી ઊભેલા ટેન્કર પાછળ પુરઝડપે આવી રહેલો ટ્રક અથડાતા સર્જાયેલા અકસ્માતમાં ટ્રક ચાલકનું ગંભીર ઇજાઓને કારણે મોત નીપજ્યું છે.

ઘટનાની વિગતો મુજબ, ટેન્કર નંબર જીજે-૧૮-બીટી-૬૦૭૯ ના ચાલકે પોતાનું વાહન રોડ પર આવતા-જતા અન્ય વાહનોને અડચણરૂપ બને તે રીતે રોડની વચ્ચોવચ બેજવાબદારીપૂર્વક રાખ્યું હતું. આ દરમિયાન પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલો ટ્રક નંબર જીજે-૩૬-એક્સ-૧૫૧૪ આ ટેન્કર સાથે ધડાકાભેર અથડાઈ ગયો હતો. આ અકસ્માતમાં ટ્રક ચાલક મુન્ના રામાશીશ તિવારીને માથાના ભાગે અને શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જ્યા બાદ ટેન્કર ચાલક પોતાનું વાહન ઘટનાસ્થળે મૂકીને નાસી છૂટ્યો હતો, જેથી મોરબી તાલુકા પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave A Reply

Your email address will not be published.