ટંકારા: ધારાશાસ્ત્રી આર.જી. ભાગીયાના પુત્ર ભવ્યએ સોલાર ક્ષેત્રમાં રિસર્ચ પેપર પ્રસિદ્ધ કરી પરિવારનું ગૌરવ વધાર્યું

મીતાણાના મૂળ રહેવાસી અને ટંકારાના જાણીતા ધારાશાસ્ત્રી તેમજ RGB ગ્રુપના ચેરમેન આર.જી. ભાગીયા એડવોકેટ અને નોટરીના પુત્ર ભવ્ય ભાગીયાએ સોલાર ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. તેમણે ઇન્ટરનેશનલ જર્નલ ઓફ ઇનોવેટિવ રિસર્ચ ઇન ટેકનોલોજીમાં પોતાનું રિસર્ચ પેપર પ્રસિદ્ધ કરીને પોતાના પરિવાર, ગામ તેમજ સમગ્ર પંથકનું નામ રોશન કર્યું છે.

 

આ વિશેષ સિદ્ધિ મેળવવા બદલ ભવ્ય ભાગીયાએ સૌકોઈને ઘરવપરાશ માટે રિન્યુએબલ એનર્જી એટલે કે પુનઃ પ્રાપ્ય ઊર્જાનો મહત્તમ ઉપયોગ કરવા માટે ખાસ અપીલ પણ કરી છે. તેમની આ સરાહનીય સિદ્ધિ અને પ્રશંસનીય કાર્ય બદલ તેમના પર શુભેચ્છાઓનો વરસાદ થઈ રહ્યો છે.

Leave A Reply

Your email address will not be published.