વાંકાનેરના કણકોટ ગામે દીકરી ભગાડી જવા મુદે બે પરિવાર બાખડ્યા, બઘડાટી બાદ સામસામી ફરિયાદ

 

કણકોટ ગામે દીકરીને ભગાડી જઈને પ્રેમ લગ્ન કરવા મુદે બે પરિવારો બાખડ્યા હતા બંને પક્ષે સામસામે લાકડી ધોકા વડે મારામારી કર્યા બાદ સામસામી પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

વાંકાનેર તાલુકાના કણકોટ ગામે રહેતા રમેશભાઈ નાથાભાઈ સારદીયા (ઉ.વ.૫૫) વાળાએ આરોપીઓ અરવિંદભાઈ ભવાનભાઈ મકવાણા, પંકજભાઈ અરવિંદભાઈ મકવાણા, નિલેષભાઈ અરવિંદભાઈ મકવાણા, અરવિંદભાઈનો આંગળીયાત દીકરો રવિ અને હકુભાઈ જેસિંગભાઈ સારદીયા રહે કણકોટ વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીના ભાણેજ ગોવિંદભાઈ બાબુભાઈ સરવૈયાએ છએક મહિના પહેલા આરોપીની દીકરી આરતીબેન સાથે ભાગીને પ્રેમલગ્ન કર્યા હતા જે બાબતે મનદુઃખ ચાલતું હતું જેનો ખાર રાખીને આરોપી અરવિંદભાઈએ ફરિયાદીના ભાઈ જીવરાજભાઈ સાથે ઝઘડો કરતો હતો અને આ બાબતે ફરિયાદી રમેશભાઈને જાણ કરતા ફરિયાદી, રંજુબેન, અલ્પેશ ઉર્ફે કિશન, જયરાજ અને હાર્દિક બોલેરો અને બાઈક લઈને વાડી વિસ્તારમાં આવેલ મકાનથી નવા કણકોટ ગામે આવેલ મકાને ગયા હતા જ્યાં જીવરાજભાઈ મળતા આરોપીઓ સાથે વાત કરવા જતા હતા ત્યારે પાઈપ અને લાકડીઓ લઈને આવી અમારી દીકરી આરતીને ભગાડવામાં તમારો હાથ છે કહીને ફરિયાદી અને અન્યને ગાળો આપી મારામારી કરી હતી જેમાં ફરિયાદીને હાથમાં પાઈપ વડે ઈજા કરી ભાંગી નાખી તેમજ હકુભાઈ અને જયરાજને માથામાં હેમરેજ જેવી ઈજા કરી હતી તેમજ અન્યને પાઈપ વડે નાની મોટી ઈજા કરી હતી

સામાપક્ષે નીલેશભાઈ અરવિંદભાઈ મકવાણાએ આરોપીઓ જીવરાજ નાથાભાઈ સારદીયા, રમેશ નાથાભાઈ સારદીયા, અલ્પેશ ઉર્ફે કિશન રમેશ સારદીયા, જયરાજ જીવરાજ સારદીયા અને હાર્દિક જીવરાજ સારદીયા રહે તમામ કણકોટ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીની બેન અસ્મિતાને આરોપી જીવરાજનો ભાણેજ ગોવિંદ ભગાડી લઇ ગયો હતો જે બાબતે બંને પક્ષે મનદુઃખ ચાલતું હતું અને ફરિયાદીના પિતાને આરોપી જીવરાજે કહેતા આરોપીએ અસ્મિતાને ભગાડવામાં મારો જ હાથ છે તારાથી થાય તે કરી લે કહીને મંડળી રચી લોખંડ ધારિયા, પાઈપ જેવા હથિયાર લઈને આવી ફરિયાદી નીલેશ તેમજ પિતા અરવિંદભાઈને માથાના ભાગે મારી ઈજા કરી હતી તેમજ ભાઈ અરવિંદને માર મારી ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે

 

Leave A Reply

Your email address will not be published.