હળવદના સુંદરગઢ નજીક ટ્રેલર ચાલકે રાહદારીને છુંદી નાખતા કરુણ મોત

 

હળવદ મોરબી હાઈવે પર સુંદરગઢ ગામ નજીક પુલ પરથી ચાલીને જતા રાહદારી વૃદ્ધને ટ્રેઇલર ચાલકે ઠોકર મારી હતી અને ટાયરમાં છુંદી નાખતા સ્થળ પર મોત નીપજાવી ટ્રક ટ્રેઇલર સ્થળ પર મૂકી ચાલક નાસી ગયો હતો હળવદ પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

 

હળવદ તાલુકાના મેરૂપર ગામના રહેવાસી મનસુખભાઈ ગોરધનભાઈ સોલંકી (ઉ.વ.૪૭) ટ્રક ટ્રેઇલર આરજે ૦૨ જીસી ૦૨૦૯ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૧૪ ઓગસ્ટના રોજ સવારના સાડા નવેક વાગ્યે ટ્રક ટ્રેઇલર ચાલકે પુરઝડપે ચલાવી હળવદ મોરબી હાઈવે પર સુંદરગઢ ગામના પુલ પર હળવદ તરફના છેડા પાસે એક ટ્રક અને ઇકો કાર જીજે ૩૬ એપી ૯૬૧૮ સાથે અકસ્માત કર્યો હતો

 

અને પુલ પરથી ડાબી બાજુ સાઈડમાં ચાલીને જતા ફરિયાદીના કાકા નાનજીભાઈ લખમણભાઈ સોલંકીને હડફેટે લઈને ટ્રક ટ્રેઇલર ટાયરો નીચે છુંદી નાખી સ્થળ પર મોત નીપજાવ્યું હતું અને અકસ્માત બાદ પોતાનો ટ્રક ટ્રેઇલર સ્થળ પર મૂકી ચાલક નાસી ગયો હતો હળવદ પોલીસ ફરાર ટ્રેઇલર ચાલકને ઝડપી લેવા વધુ તપાસ ચલાવી છે

 

Leave A Reply

Your email address will not be published.